Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પોશ વિસ્તારમાં ધનિષ્ઠ યુવાનોને MD ડ્રગ્સનું વેચાણ કરનાર 2 શખ્સોની ધરપકડ.

અમદાવાદ પોલીસે વધુ એકવાર MD ડ્રગ્સ વહેંચતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

X

અમદાવાદ પોલીસે વધુ એકવાર MD ડ્રગ્સ વહેંચતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં શહેરની એક ફાર્મા કંપનીમાં MD ડ્રગ્સ સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે 2 આરોપીઓ સહિત અન્ય લોકોની તપાસ શરૂ કરી છે.

થોડા દિવસ અગાઉ અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતને નશાના રવાડે ચઢાવનારને છોડવામાં નહીં આવે. ત્યારબાદ ડ્રગ્સ વહેંચતા પેડલરો પર ક્રાઇમ બ્રાન્ચે નજર રાખી તેમને જેલના હવાલે કરવાની શરૂઆત કરી છે. જોકે, હવે અમદાવાદના પોશ વિસ્તારમાં યુવાનો અને ધનિષ્ઠ પરિવારના લોકોને MD ડ્રગ્સનું વેચાણ કરનાર યુવક સહિત 2 લોકોની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પકડમાં આવેલ આરોપી રવિ શર્મા પોતે ડ્રગ્સનું છેલ્લા 3 વર્ષથી સેવન કરતો હતો. ત્યારબાદ તે પોતે વેપારી બનીને લોકોને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યો હતો. આરોપી રવિ શર્મા 1500 રૂપિયામાં 1 ગ્રામ MD ડ્રગ્સ વહેંચતો હતો. મોડી રાત સુધી થલતેજ, સોલા અને અન્ય પોશ વિસ્તારમાં ચ્હા અને પાનની કિટલી ઉપર બેસતા યુવાન-યુવતીઓને આ ડ્રગ્સ વેચતો હોવાનું સામે આવ્યું છે. આરોપી અમદાવાદના 2 મોટા ડ્રગ્સ પેડલરને પણ આ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યુ હતું કે, પંકજ પટેલ નામનો ફરાર આરોપી, જે એક ફાર્મા કંપનીમાં કામ કરે છે. આ સાથે જ ફાર્મા કંપનીના અન્ય લોકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 7 લાખથી વધુના MD ડ્રગ્સના જથ્થા સહિત બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story