અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગોતામાં ભવ્ય ખેલ સંકુલ બનાવવામાં આવશે

New Update
amit shah gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે.અમિત શાહના હસ્તે થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ કરતા કહ્યું હતું કેખરેખર મારા માટે આજનો દિવસ આનંદનો દિવસ છે. અનેક પરિવારને ઘરનું ઘર મળે છે. આ મકાન લોકોના જીવનમાં નવી શરૂઆત કરશે. અહીં અભ્યાસઆરોગ્ય અને સામૂહિક મનોરંજનની વ્યવસ્થા કરી છે. વડીલો માટે બેસવા માટેની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કેગોતામાં ભવ્ય ખેલ સંકુલ બનાવવામાં આવશે.PM મોદીએ ખેલો ગુજરાતની શરૂઆત કરી હતી.ખેલ સાંસદ મહોત્સવમાં 1.51 લાખ યુવાનોએ ભાગ લીધો હતો. બ્રિજની નીચે ખેલ સંકુલ અને લાયબ્રેરી બનાવ્યા છે.2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજાશે. આજે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે.

લોકોમાં વડાપ્રધાન મોદીની લોકચાહના વધી રહી છે. બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. બિહારમાં NDAની સરકાર બની છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી.બંગાળ અને તમિલનાડુમાં પણ ભાજપની સરકાર બનશે.

Latest Stories