અમદાવાદ: અટલબ્રિજની સાંસદ કિરીટ પટેલે લીધી મુલાકાત,કહ્યું વિકાસનું ઉત્તમ ઉદાહરણ એટલે સાબરમતી નદી

અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી

New Update
અમદાવાદ: અટલબ્રિજની સાંસદ કિરીટ પટેલે લીધી મુલાકાત,કહ્યું વિકાસનું ઉત્તમ ઉદાહરણ એટલે સાબરમતી નદી

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ તેમજ સાબરમતી નદી ઉપર બનાવેલ અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ તેમજ સાબરમતી નદી ઉપર બનાવેલ અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન સમયગાળામાં ગુજરાતનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યો છે અને તે ગુણત્તમ વિકાસના મોડલ થકી દેશના વડાપ્રધાનના પદ પર છેલ્લા 9 વર્ષથી હવે દેશનો વિકાસ કરી રહ્યા છે.

સંસદ કિરીટ પટેલે જણાવ્યું હતું કે આપણો દેશ 1947માં આઝાદ થયો હતો.ત્યારથી લઈને અત્યાર સુધી કેટલીય સરકાર આવી પણ હજુ જે છેલ્લા 9 વર્ષ થયો છે. તેટલો વિકાસ ક્યાં જોવા મળ્યો નથી.આ દેશમાં ભરપૂર ક્ષમતા હતી.તેનો ભરપૂર વિકાસ કરી શકાય પણ તે સદભાગ્ય આપણે મળ્યું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો અવિરત વિકાસ કરી રહ્યા છે. વડાપ્રધાને દેશના ખૂબ મોટાં પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ 13 વર્ષથી શાસન કર્યું હતું તેમને ગુજરાતનો પણ વિકાસ કાર્યો જેનું ઉત્તમ નમૂનો સાબરમતી નદીમાં જોવા મળી રહી છે.

Read the Next Article

અમદાવાદ : દસ્ક્રોઈના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફાલસાની સફળ ખેતી કરી બતાવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

New Update
  • દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

  • ખેડૂત અમિત શાહે સફળતાપૂર્વક ફાલસાની ખેતી કરી બતાવી

  • ખેડૂતે સરકારી સહાયની મદદથી ખરીદ્યું હતું પલ્પ મશીન

  • ખેડૂતે પલ્પ મશીનની મદદથી રૂ. 12 લાખની આવક મેળવી

  • ખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય : પ્રગતિશીલ ખેડૂત

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત અમિત શાહે ફાલસાની ખેતી કરી નવી કેડી કંડારી છે. અમિત શાહના પિતાએ 10 વર્ષ પહેલા ફાલસાની ખેતી શરૂ કરી હતી. આજ ખેતીને અમિત શાહે COVID-19 દરમિયાન ફાલસાના પલ્પને એક કુદરતી હેલ્થ બૂસ્ટર તરીકે અપનાવ્યું હતું. આમતેઓની "પલ્પથી પ્રગતિ"ની સફરનો પ્રારંભ થયો હતો. ખેડૂતે સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું હતું. જેની મદદથી તેઓ સીઝનમાં 12થી 13 લાખ રૂપિયાની આવક અને 8thi 10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે. ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત અમિત શાહની આ સફળતા એ સાબિત કરે છે કેખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે.

 

Latest Stories