અમદાવાદ: વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતા પૂર્વક કરી હત્યા

પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરતાં પતિએ કરી હત્યા, પૂર્વ પતિએ પત્નીના ઘરમાં 27 છરીના ઘા મારી કરી હત્યા.

New Update
અમદાવાદ: વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતા પૂર્વક કરી હત્યા

અમદાવાદના વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતા પૂર્વક પત્નીના ઘરમાં ઘુસી હત્યા કરી. વટવા પોલીસે પુર્વ પતિ સહીત ચાર આરોપી ધરપકડ કરી છે.

વટવામાં પૂર્વ પત્નીને મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પૂર્વ પતિએ ક્રૂરતા પૂર્વક પત્નીના ઘરમાં ઘુસી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. વટવા પોલીસે મહિલા પૂર્વ પતિ સહિત ચાર આરોપીની ધરપકડ કરી આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, 15 વર્ષ પહેલા મૃતક હેમા મરાઠી થરા ગામમાં રહેતા અજય ઠક્કર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓના બે સંતાનો છે. લગ્ન પછી અજય ઠક્કર પત્ની હેમાને અવારનવાર મારતો હતો. તેનાથી કંટાળીને હેમાએ છૂટાછેડા લઇ બે બાળકો અજય ઠક્કરને સોંપ્યા હતાં. છૂટાછેડાના એક મહિના બાદ હેમાએ અજયના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમસબંધ થતા લગ્ન કરી અમદાવાદ વટવામાં સુખસાગર સોસાયટીમાં રહેવા માટે આવી ગઇ હતી.

આરોપી અજય હેમાની શોધખોળ કરી રહ્યો હતો અને 11 મહિના પછી વટવા રહેતી હોવાની જાણ થતા જ તે મિત્રો સાથે વટવા પહોંચ્યો. રેકી કરતાં હેમાં દૂધ લેવા નીકળી ત્યારે તેના ઘરનો પત્તો મળ્યો અને ઘરે જઈને આરોપીઓએ હત્યા કરી દીધી હતી. આ હત્યામાં અજય અને ભાવેશે ઉપરા છાપરી 27 છરીના ઘા ઝીક્યાં અને આરોપી કેવલે મહિલાને પકડી રાખી હતી. આ ઘટનામાં અન્ય આરોપીઓ મદદગારી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે શોધખોળ કરી છે.

Latest Stories