Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 2 વર્ષના અંતરાલ બાદ યોજાશે "વાયબ્રન્ટ નવરાત્રી", તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ...

અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે નવરાત્રિ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

X

અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે નવરાત્રિ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, ત્યારે વાયબ્રન્ટ નવરાત્રિ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા સ્ટેજ અને ડોમ બનાવવા સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે, અને તમામ તહેવારો પોતપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી, ત્યારે નવરાત્રિને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા વાયબ્રન્ટ નવરાત્રીને લઈને GMDC ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવા સહિતની તૈયારી શરૂ કરવામાં આવી છે. જોકે, કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વર્ષે ધામધૂમથી નવરાત્રી યોજાવા જઇ રહી છે, ત્યારે ગરબા રસિકોમાં પણ એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઘણા મહિના પહેલાથી જ ગરબા રસિકોએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

Next Story