અમદાવાદ : નિરમા સ્કૂલ દ્વારા ફીમાં 30% વધારો કરાતા NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન...

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા ફીમાં એકાએક 30 ટકા વધારો કરવામાં આવ્યો છે.

New Update
અમદાવાદ : નિરમા સ્કૂલ દ્વારા ફીમાં 30% વધારો કરાતા NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન...

રાજ્યમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા મનફાવે તેમ મોટી ફી વસુલવામાં આવી રહી છે. જેના કારણે સામાન્ય પરિવારના બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે અમદાવાદમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા ફીમાં એકાએક 30 ટકા વધારો કરી દેતા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા ફીમાં એકાએક 30 ટકા વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની FRC પણ કરવામાં આવી નથી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ શાળાએ પોતાની મનમાની રાખીને 30 ટકા ફી વધારો હજુ સુધી પાછો ખેંચવામાં આવ્યો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે વાલીઓ શાળામાં ફી વધારે બોલે છે, તો સ્કૂલ વાલી ઉપર એક્શન લઈ રહી છે. ગત વર્ષે 90,000 જેટલી ફી હતી, તે વધારીને 1 લાખ 25 હજાર કરી દેવામાં આવી છે. જેને લઈને વાલીઓ દ્વારા પણ ફી વધારા અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જો આ ફી વધારો આગામી સમયમાં પાછો ખેંચવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન સાથે શિક્ષણ સચિવ વિનોદ રાવ અને જિલ્લા શિક્ષણ અધિકારીનું રાજીનામું માંગવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે, FRCના નિયમ મુજબ એક વર્ષમાં 5 ટકાથી વધારે ફીમાં વધારો કરી શકાય નહીં, જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિરમા સ્કૂલ પાસે એક જ વર્ષમાં 30 ટકા ફી વધારા કરવા માટેના કારણો માંગ્યા હતા. એટલું જ નહિ, નોટીસ ફટકારી આગામી 2 દિવસમાં જવાબ આપવાનો આદેશ કર્યો હતો.

Latest Stories