ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિશ્વનાથ વાઘેલાની વરણી કરવામાં આવી છે ત્યારે આજરોજ તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા તૈયારીઓ શરુ થઇ ગઈ છે અને યુવા કાર્યકરો કોંગ્રેસ સાથે જોડાઈ તે માટે ગુજરાત કોંગ્રેસે હવે દશા અને દિશા સુધારવા માટે તેના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાનું ચાલુ કરી દીધું છે. પ્રભારી રધુ શર્માનાના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન આવતાની સાથે જ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર તેમજ વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી કરી નાખવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે વિશ્વનાથ વાઘેલાએ બાજી મારતા આજે મોટો કાર્યક્રમ કરી પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો. જેમાં વિધિવત રીતે વિશ્વનાથ વાઘેલાએ યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો. આ સમારોહમાં યૂથ કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.કે.શ્રીનિવાસ, પ્રભારી રધુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા ,શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ અને લાલજી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથ વાઘેલા સામેનું ગ્રુપ ગેરહાજર રહેતા અંદરખાને વિખવાદની વાતોએ જોર પકડયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બી.કે.શ્રીનિવાસનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ઉપસ્થિત રહી શક્તિ પ્રદર્શન કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા બી.કે.શ્રીનિવાસે જણાવ્યું હતું કે, આવનારી રાજનીતિમાં યુવાઓનો અહમ રોલ રહેશે, ત્યારે અમે ગુજરાતથી યુવા રાજનીતિની શરૂઆત કરવા જઈ રહ્યા છે