Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર માટે દોડધામ, એક જ દિવસમાં 15 હજાર ફોર્મનો ઉપાડ

રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં રાજય સરકારે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

X

રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં રાજય સરકારે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સહાય મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર મેળવવા ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે. અમદાવાદની વાત કરવામાં આવે તો એક દિવસમાં 15 હજાર કરતાં વધારે ફોર્મનો ઉપાડ થયો છે.

અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 3 હજાર 357 છે, રાજકોટમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 458 છે. રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલાં લોકોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. સરકારી સહાયનો લાભ લેવા માટે મૃત્યુનું પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે. એક જ દિવસમાં રાજકોટમાં સહાય માટે 3 દિવસમાં 1 હજાર 700 ફોર્મ વહેંચાયા છે.જેને લઈ કોરોના મૃતકોનાં સાચા આંકડાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ સહાય કોરોના થયાના ૩૦ દિવસમાં મૃત્યુના કેસમાં જ મળશે.. આ માટે મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે અરજી કરવી પડશે તેમજ જે પરિવારમાં મૃતકનું કારણ કોરોના ન હોય તેમાં અલગ ફોર્મ ભરવું જરૂરી બનશે. એટલું જ નહીં સરકાર દ્વારા નિયુક્ત સમિતિ દસ્તાવેજોની તપાસ કરશે બાદમાં 30 દિવસમાં સહાયના નાણાં લોકોને મળશે.

ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયારી કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપશે, કોરોના સહાય માટે સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના હોવું જરૂરી છે અને કોરોનાથી થયું છે કે નહીં તેના પર ખરાઈ બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે આમ આજથી આમદાવાદના દરેક સિવિક સેન્ટરમાં ફોર્મ વિતરણ શરુ કરવામાં આવ્યું છે.

Next Story