Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નવરાત્રીના ગરબા મહોત્સવમાં મહિલા પોલીસકર્મી ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે સજ્જ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના સ્થળે જ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે અને રોમિયોગીરી કરતા લોકોને પાઠ ભણાવવામાં આવશે

X

ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના સ્થળે જ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે અને રોમિયોગીરી કરતા લોકોને પાઠ ભણાવવામાં આવશે

આજથી રાજ્યમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સાથે રોમિયોગીરી કરતા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે ગરબાના સ્થળ પર જ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે તેના માટે મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા શેરી ગરબાની વિગતો પણ એકઠી કરવામાં આવી છે.નવરાત્રીમાં પોતાની સોસાયટી કે સ્વજનોની સોસાયટી કે શેરીમાં રમવા જતા અવાર નવાર મહિલાની છેડતી જેવા બનાવ સામે આવતા હોય છે. જેના પગલે અમદાવાદ મહિલા પોલીસ ખાનગી વોચ ગોઠવી આવા રોમિયોગીરી કરતા અસામાજિક તત્વોને પાઠ ભણાવશે.પોલીસ દ્વારા શહેરની તમામ મહિલાઓને અપીલ કરવામાં આવી છે. તમે જ્યારે પણ બહાર જાવ ત્યારે તમારા ઘરના સભ્યોને જાણ કરીને બહાર નીકળવું અને પોતાના મોબાઈલનું જીપીએસ એક્ટિવ રાખવું. આ સિવાય તમે કોઇ પર શંકા જવું લાગે તો વધારે સાવચેતીના ભાગ રૂપે તરત જ 100 નંબર ડાયલ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવી

Next Story