PM મોદીના જન્મદિવસની ઉજવણી
રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી
વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કેમ્પનો કરાયો પ્રારંભ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી મોદીના 75માં જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦' થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં લોકો અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦' થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો હતો.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કેમ્પનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સેવા પરમો ધર્મ'ના વિઝનથી પ્રેરિત આ પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય 75 દેશોમાં 7500થી વધુ કેમ્પ દ્વારા 3 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો છે. આ કાર્યક્રમ સાબિત કરે છે કે, જન્મદિવસ ની સાચી ઉજવણી અન્યના જીવનમાં ખુશી અને આશા લાવવાથી થાય છે.