અમદાવાદ : આપના નેતા ઇસુદાન ગઢવીએ કહયું હવે મને પણ મરાવી નાખો

ગુજરાતમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. વિજય સુંવાળા બાદ હવે મહેશ સવાણીએ પણ પાર્ટી છોડી દીધી છે

New Update
અમદાવાદ : આપના નેતા ઇસુદાન ગઢવીએ કહયું હવે મને પણ મરાવી નાખો

ગુજરાતમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. વિજય સુંવાળા બાદ હવે મહેશ સવાણીએ પણ પાર્ટી છોડી દીધી છે ત્યારે આમ આદમી પાર્ટી હવે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાના સહારે ટકી રહી હોય તેમ લાગી રહયું છે.

Advertisment

ભાજપનો ગઢ ગણાતા સુરતમાં મહાનગરપાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. સુરતમાં મળેલા ભવ્ય વિજય બાદ આમ આદમી પાર્ટીમાં અનેક હસ્તીઓ અને લોકો જોડાવા લાગ્યાં હતાં. સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી. થોડા સમય પહેલાં ભાજપના કાર્યાલયને ઘેરાવો કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન સહિતના નેતાઓ 12 દિવસ સુધી જેલની હવા પણ ખાઇ આવ્યાં છે. વિધાનસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. વિજય સુંવાળા અને મહેશ સવાણીએ પાર્ટી છોડી દીધી છે. બંને નેતાઓના પાર્ટી છોડવા પર ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અમારા નેતાઓને તોડવા ભાજપે શામ,દામ અને દંડની નિતિ અપનાવી છે.

Advertisment