/connect-gujarat/media/media_files/2025/11/29/balla-murder-case-2025-11-29-18-34-20.jpg)
અમદાવાદના બાવળાની આસોપાલવ સોસાયટી પાસે ઊંચા અવાજથી સાઉન્ડ વગાડવાની ફરિયાદ કરતા હત્યા કરવામાં આવી છે, આરોપી સુરેશ ઠક્કરે પ્રદીપને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો.
મળતી માહિતી અનુસાર મરણ જનાર પ્રદિપસિંહની ઉંમર વર્ષ 36 છે. મૃતક ભાડુઆત સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો, આરોપી સુરેશ ઠક્કરે ઉપરા છાપરી છાતીના ભાગે છરીના બે ઘા મારતા મૃતકને પ્રાથમિક સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ રાત્રીના સમયે કોઈ ડોક્ટર હાજર ન હોવાથી તેમને બોપલની સરસ્વતી હોસ્પિટલ ખાતે લઈ જતા તેમનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતાની સાથે જ્ બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથધરી.