શહેરમાં જાહેર પરિવહનને વધુ સ્માર્ટ બનાવવા આયોજન
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો
AMC દ્વારા 'i Pass Ahmedabad' એપ લોન્ચ કરવામાં આવી
લોકોને બસ પાસ માટે લાઈનમાં ઊભા રહેવા સામે રાહત
મુસાફર પોતાનો પાસ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે
અમદાવાદમાં જાહેર પરિવહનને વધુ સ્માર્ટ બનાવવા તેમજ નાગરિકોની સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'i Pass Ahmedabad' એપ લોન્ચ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં નાગરિકોને હવે AMTS-BRTS પાસ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ 'i Pass Ahmedabad' એપ લોન્ચ કરી છે. આ એપથી વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન અને દિવ્યાંગજનો સહિત દરેક મુસાફર પોતાનો પાસ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકે છે.
અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવાનો ઉપયોગ કરતા મુસાફરોની સુવિધા માટે AMCએ 'i Pass Ahmedabad' એપ શરૂ કરી છે. હવે યાત્રી જરૂરી દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરી, ડિજિટલ પેમેન્ટ કરીને ગણતરીની મિનિટોમાં જ પાસ મેળવી શકે છે.
જોકે, આ એપમાં યાત્રીઓને ઈ-પાસ અને ફિઝિકલ પાસના 2 વિકલ્પ મળે છે. ઈ-પાસ ધારકો મોબાઈલમાં ડિજિટલ પાસ બતાવીને મુસાફરી કરી શકે છે. મુસાફરો આ ઓનલાઈન સિસ્ટમથી ખુશ છે. AMTS સમિતિના અધિકારીઓના મતે, આ પ્રયાસથી જાહેર પરિવહનનો ઉપયોગ વધશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં શહેરી પરિવહન સેવા વધુ સુદ્રઢ બની રહી છે.