/connect-gujarat/media/post_banners/6219e4bdcfb5ab74fc3d8989cdfa755285503f6c46432dd2d20ed02cd2fc0475.jpg)
અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે કોમી એકતા અને ભાઇચારાના પ્રતિક સમા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ૪૪૦ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની સાદગીભેર ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના સુપ્રસિદ્ધ સુફીસંત અને કોમી એકતાના પ્રતીક સમાન અંકલેશ્વરના શહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ૪૪૦મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ ઊજવણી કરાઇ હતી. સૈયદો સાદાત તથા હજારો અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિનું પાલન કરવામાં આવ્યું હતું. કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ સજ્જાદાનશીન હઝરત સૈયદ મન્સૂર અલી ઇનામદાર, સૈયદ ડો. ફરાઝ ઇનામદાર, સૈયદ રફીકુદ્દીન પીરઝાદા, સૈયદ અબ્દુલ કાદિર બાવા ઉર્ફે છોટુ બાવા, સૈયદ મોઇનબાવા, સૈયદ ગ્યાસૂદ્દીન બાવા, , સૈયદ જિયાઉદ્દીન બાવા, સહિત સૈયદો સાદતના હસ્તે સંદલ શરીફ દુરૂદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત અકીદાતમંદોની હાજરીમાં ઉર્સ શરીફની સાદગીપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તમામ સૈયદ સાદાતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશમાં ચેન સુકુન અને સમૃધ્ધિ અને ઉન્નતિ સાથે લોકો સ્વસ્થ અને તન્દુરસ્તીની જિંદગી ગુજારે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાનવવા વહીવટીતંત્ર, પોલીસતંત્ર, નગરપાલિકા દ્વારા સંપૂર્ણપણે સહયોગ આપવામાં આવ્યો હતો. જે બદલ ઉર્સ કમિટી દ્વારા તમામ નામી અનામી લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખી કોઈ અનિચ્છનિય ઘટના ન સર્જાય તેનું પ્રશંશાપાત્ર કાર્ય કરવામાં આવ્યું હતું.