New Update
/connect-gujarat/media/post_banners/aa20a002dab4c68b25b0a796079c044a67e0f5a720e621b786ff4711039193d0.jpg)
અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ કુમકુમ બગ્લોઝની સામે આવેલ સનસીટી સોસાયટી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો
અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ કુમકુમ બગ્લોઝની સામે આવેલ સનસીટી સોસાયટીના મકાન નંબર સી 36માં રહેતા મહેલુ હસમુખ વ્યાસ પોતાના પરીવાર સાથે દેવદર્શને હરિદ્વાર ખાતે ગયા હતા તે દરમિયાન બંધ ઘરનો ફાયદો ઉઠાવી ચોર ઇસમએ મકાનનો આગળનો દરવાજોનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ લાકડાની તિજોરી તોડી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧.૮૫ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબાતે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories