અંકલેશ્વર: મકાનમાંથી કીમતી નળ સહિત પ્લમ્બરીંગના સામાનની ચોરી કરનાર તસ્કરની પોલીસે કરી ધરપકડ

રિયો પ્લાઝા-2માં 54 હજારના પ્લમ્બરીંગનો સામાનની ચોરીના મામલામાં સંડોવાયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
અંકલેશ્વર: મકાનમાંથી કીમતી નળ સહિત પ્લમ્બરીંગના સામાનની ચોરી કરનાર તસ્કરની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરની ઇ.એસ.આઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા-2માં 54 હજારના પ્લમ્બરીંગનો સામાનની ચોરીના મામલામાં સંડોવાયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


અંકલેશ્વરની ઇ.એસ.આઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા-2ના મકાન નંબર-103માં આવેલ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી હતી અને ઓફિસના બાજુમાં આવેલ મકાન નંબર-104નો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ મોંઘીદાટ કંપનીના નળ, કન્સિલ કોક,ફલ્સ કોક મળી કુલ 54 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરીની ઘટના બિલ્ડીંગમાં લગાવેલ સીસીટીવી કેમેરા થઈ છે જે ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપનાર નવા કાસિયા ગામનો ઉમેશ દયાળ બગરીયાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરી થયેલ સામાન રિકવરી કરી તપાસ હાથ ધરી છે.