AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાત મુલાકાતે છે. અહીં તેઓ સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતિક અહમદ સાથે મુલાકાત કરવા માગતા હતા, પરંતુ જેલ પ્રશાસન આ મુલાકાત માટે ઇનકાર કર્યો છે. સાથે જ ગુજરાત વિધાનસભા 2022 માટે ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.
AIMIM નાં ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાતની મુલાકાતે છે અને અમદાવાદમાં સાબરમતી જેલમાં ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતીક અહમદ સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ તેમને મુલાકાત માટે પરવાનગી આપવામાં આવી ન હતી. પ્રશાસને કહ્યું છે કે અતિક માત્ર પરિવારના સભ્યો અથવા તેના ઓફિશિયલ વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. આમ અસદુદ્દીન ઓવૈસી અતિક અહેમદને મળે તે કાર્યક્રમમાં પોલીસ તંત્રે ફિયાસ્કો કરી નાખ્યો હતો.
યુપીમાં અતિક અહમદની આગળ બાહુબલી શબ્દ લગાવવામાં આવે છે અને 17 વર્ષની ઉંમરે જ તેના પર મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યો હતો. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીની મુલાકાત પાછળ અનેક તર્ક લગાવાઈ રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ આગામી સમયમાં આવી રહેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે.
વર્ષ 2004માં અતિકે એસપીની ટિકિટ પર ચૂંટણીમાં જીત મેળવી હતી. અલ્હાબાદ પશ્ચિમ બેઠક પર અતિકનો દબદબો હતો અને તે વિસ્તારનો ફાયદો મેળવવા માટે ઓવૈસી મુલાકાત પાછળનું પણ કારણ મનાય છે.
અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યુ હતુ કે અમારી પાર્ટી આ વખતે યુપીમાં 100 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યુ કે, અમારો હેતુ રાજ્યના મુસલમાનોને સશક્ત બનાવવાનો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભા 2022 માટે અમે રણનીતિ નક્કી કરી રહયા છે અને ઉમેદવારો પણ ઉભા રાખીશું પ્રદેશ એકાઈ તે બાબતે મંથન કરશે. 1984 થી ગુજરાતમાં કોઈ મુસ્લિમ MP નથી બન્યો, એનો જવાબદાર કોણ છે તેવો સવાલ પણ ઉઠાવતા ઓવૈસીએ હૂંકાર ભર્યો હતો કે અમે ગુજરાત વિધાનસભા ચૂંટણી દમખમથી લડીશું.