/connect-gujarat/media/post_banners/7150f7efcfafee0fa8ee6b6a209d69b9926ed43a6599c49548baf881eaa316b8.jpg)
રાજયમાં ચકચારી બરોડા ડેરી વિવાદમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની મધ્યસ્થી બાદ વિવાદનો અંત આવ્યો છે. પશુપાલકોને કુલ 27 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બરોડા ડેરીમા જે ભાવની બાબતમાં વિવાદ ચાલી રહયો હતો માટે આજ રોજ ગાંધીનગરમા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય કેતન ઇમાનદાર અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ હાજર રહ્યા.
આ બેઠકનાં અંતે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો જેમાં પશુપાલકોને કુલ 27 કરોડ રુપિયા ચૂકવવાનું કહેવામા આવ્યુ છે. જેમા પશુપાલકોને 18 કરોડ રુપિયા દશેરા સુધીમાં બાકી રકમ માર્ચ મહિના સુધી આપવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
બરોડા ડેરીના પશુપાલક સાથે થતાં અન્યાયમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જંગ છેડ્યો હતો. જેમાં દુધ ઉત્પાદકોના ભાવમાં ફેરફાર આપવામાં ન આવ્યો હતો જેથી તેમણે સત્તાધીશોને ગુરુવાર સુધી અલ્ટીમેટ આપ્યું હતુ ખેડુતોના ભાવને લઇને જે વિવાદ ચાલી રહ્યો હતો તેમા ધારાસભ્ય શૈલેષ મહેતા, મધુ શ્રી વાસ્તવ, અક્ષય પટેલે કેતન ઇમાનદારે ટેકો જાહેર કર્યો હતો અને જો માંગ સ્વીકારમાં નહિ આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.