Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના તરસાલી ખાતે વાર્ષિક મદ્રેસાએ ગૌષિયાના બાળકોના જલશાનું આયોજન કરાયુ

ભરૂચના ઝઘડિયાના તરસાલી ખાતે મદ્રસએ ગૌષિયાના બાળકોના વાર્ષિક જલશાનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભરૂચના ઝઘડિયાના તરસાલી ખાતે મદ્રસએ ગૌષિયાના બાળકોના વાર્ષિક જલશાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ખાતે મદ્રસે ગૌષિયાના 18 જેટલા બાળકોની કુરાન શરીફની તાલીમ પૂરી થતાં તેઓના સનમાન સમારંભ માટે જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું, તલબાઓએ તાલીમ પૂરી કરી વિદાય લેતા બાળકોએ ઉત્સાહ પૂર્વક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને જલસામાં ઇસ્લામિક જરૂરી મસલા માસાઇલ બયાન તેમજ નાત શરીફ પઢી સ્વને મગનમુગ્ધ કર્યા હતા, વિદાય લેતા તમામ તલબાઓને મસ્જિદ કમિટી તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું, મૌલાના નુસરત રઝા અને મૌલાના હાફિઝ સલીમ મિસ્બાહી દ્વારા બાળકોના વાલીઓને ઇલમે દિનની માહિતી વિશે સમજ આપી હતી.આ જલસામાં મૌલાના ઝમિલખાન, અહેમદ મૌલાના, નુસરત મૌલાના, તલ્હા અશરફ, મૌલાના ઈમ્તિયાઝ , મૌલાના નુંસરત અને મૌલાના હાફિઝ સલીમ તેમજ મસ્જિદ અને મદરસા કમિટીના સભ્યો તેમજ ગામના આગેવાનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

Next Story