ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિતે નિશાળ સાંભરે રે કાર્યક્રમ યોજાયો ..

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભરે રે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

New Update
ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિતે નિશાળ સાંભરે રે કાર્યક્રમ યોજાયો ..

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભરે રે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પશુ પાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતમાં યોજાયો હતો…

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શાળાની રજત જયંતી નિમિત્તે નિશાળ સાંભળે રે કાર્યક્રમનું પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતમાં આયોજન કરાયું હતું. જેમાં મહાનુભાવોના હસ્તે ધોરણ 10 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ત્યાર બાદ તપોભૂમિ ભરૂચ અને નિશાળ સાંભરે રે નામના પુસ્તકનું વિમોચન વિધિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીગણનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેંશ મિસ્ત્રી,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા શાળના આચાર્ય ડો,મહેશ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ,વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories