ભરૂચ : બોટાદ લઠ્ઠાકાંડ બાદ મિથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું...

સમગ્ર રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

New Update
ભરૂચ : બોટાદ લઠ્ઠાકાંડ બાદ મિથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું...

બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ ભરૂચ જિલ્લામાં મિથનોલ બનાવતી અને ઉપયોગ કરતી કંપનીઓમાં જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશી દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઠેર ઠેર દેશી દારૂના વેપલા પર પોલીસ દ્વારા તવાઈ બોલાવાય રહી છે, ત્યારે ભરૂચ જીલ્લામાં મિથનોલ બનાવતી અને ઉપયોગ કરતી કંપનીઓમાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ભરૂચ, દહેજ, વિલાયત, ઝઘડીયા અને અંકલેશ્વરની 350થી વધુ કંપનીઓમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 3 ટીમોએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ઉદ્યોગોને મિથેનોલનું સ્ટોક પત્રક જાળવવા સૂચના અપાઈ હતી. સાથે જ કાગળ ઉપર અને હાજર સ્ટોકમાં તફાવત જણાશે તો પોલીસ દ્વારા જે તે કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીઓ દ્વારા થતી મિથેનોલની હેરફેર પણ ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ કરવા સૂચના આપવામાં આવી છે.