/connect-gujarat/media/post_banners/51267ff4a1d004013cc82afeab049065cf32ca9693dff539207e2bd7f9c05b20.jpg)
ભાજપની પિતૃ સંસ્થા જનસંઘના અગ્રણી પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે નગરપાલિકાએ બનાવેલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ અને કામધેનુ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી કિરીટસિંહ રાણા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ધારાસભ્ય ધનજી પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
પંડિત દીનદયાલ ઉપાધ્યાયએ એક ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી હતાં. તેમનો જન્મ 25મી સપ્ટેમ્બર 1916ના રોજ થયો હતો. ભરૂચમાં પણ તેમની જન્મજયંતિની ઉજવણી કરાય હતી. શહેરના સ્લમ વિસ્તારમાં ભોજન વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, કારોબારી સમિતિના અધ્યક્ષ નરેશ સુથારવાળા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.