Connect Gujarat
અમદાવાદ 

ગુજરાતના શિક્ષણ મંત્રીના "હોમ ટાઉન"માં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી કરશે "શાળા નિરીક્ષણ"

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા.

X

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા. જે બાદ ભાવનગર ખાતે વિવિધ સરકારી શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા કેવી છે તે તપાસ કરવા પહોચ્યા હતા.

દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ આવી સીધા ભાવનગર જવા રવાના થયા હતા. મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તા પર છે. તેવામાં ગુજરાતમાં કેવો વિકાસ થયો છે, જેને પ્રત્યક્ષ જોવા અને સમજવા આવ્યો છું. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીની શિક્ષણમાં વ્યવસ્થા કેવી છે, અને ભાવનગર શિક્ષણ મંત્રીનું હોમ ટાઉન કહેવાય, ત્યારે તેમના જ વિસ્તારમાં સરકારી શાળાઓની શું હાલત છે, તે બહાર લાવવા માટે ગુજરાતના પ્રવાસે આવ્યો છું. જેવી રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને 5 વર્ષ મળ્યા છે, ત્યારે હાલ ત્યાંની સરકારી શાળાની કાયાપલટ થઈ છે, તો ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તા પર છે. તેથી 27 વર્ષમાં સરકારી શાળામાં શું બદલાવ કરવામાં આવ્યો છે, તે જોવા માટે ગુજરાત આવ્યો હોવાનું દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

Next Story