શું તમે જાણો છો ? અમદાવાદ પોસ્ટ ઓફિસમાં પણ મળે છે ગંગાજળ..!

આ બોટલ માત્ર 30 રૂપિયામાં મળી રહે છે. જો પોસ્ટ વેબસાઇટ પર નોંધણી કરાવે તો ઘર સુધી બોટલ પહોચાડી દેવામાં આવે છે.

New Update
શું તમે જાણો છો ? અમદાવાદ પોસ્ટ ઓફિસમાં પણ મળે છે ગંગાજળ..!

અમદાવાદ GPO દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રોજેક્ટ ગંગા જળ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ વ્યક્તિને ગંગા જળની જરૂર હોય અને GPOમાં નોંધણી કરાવે અથવા GPO ઓફિસે જાય તો તેને આ ગંગા જળ મળી રહે છે.

Advertisment

અમદાવાદ પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જે વ્યક્તિ ગંગોત્રી સુધી નથી જઈ શકતો અને તેને ગંગા જળની જરૂર હોય તેને પોસ્ટ વિભાગ થી ગંગા જળ મળી રહે છે. પોસ્ટ વેબસાઇટ પર નોંધણી કરવી અથવા સીધા પોસ્ટ ઓફિસે જઈને કોઈ પણ વ્યક્તિને ગંગા જળની બોટલ મળી રહે છે.

આ બોટલ માત્ર 30 રૂપિયામાં મળી રહે છે. જો પોસ્ટ વેબસાઇટ પર નોંધણી કરાવે તો ઘર સુધી બોટલ પહોચાડી દેવામાં આવે છે.હાલ સુધીમાં હજારો લિટર ગંગા જળ પાણી લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે. માત્ર જુલાઈ મહિનાની જ વાત કરી તો 800 લિટરથી વધારે ગંગા જળ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે.

#Post Office Website #amdavad news #ગંગાજળ #Connect Gujarat #Ahmedabad #Gangajal #Ganga water #Ahmedabad post office
Advertisment
Latest Stories