અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝની ફાઈનલ યોજાઈ, વડોદરાની ટીમ વિજેતા

અમદાવાદ ખાતે આવેલ ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝ મેગા પ્રિલીમ યોજાઇ હતી.

New Update

અમદાવાદ ખાતે આવેલ ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝ મેગા પ્રિલીમ યોજાઇ હતી. થીમેટીક રીતે ડિઝાઇન કરાયેલી આ STEM ક્વિઝનો આરંભ પ્રારંભિક કસોટીમાંથી થયા બાદ 16 વિદ્યાર્થી -8 ટીમ હોટ સીટ પર આમંત્રિત કરાઈ હતી. જેમાંથી પ્રથમ નંબરે વડોદરાની ટીમ વિજેતા બની .અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ આયોજિત STEM ક્વિઝની ફાઈનલ વિજેતાને ઇનામ વિતરણ સમારોહને સંબોધતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન આધારિત સમાજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું સપનું આ વિદ્યાર્થીઓ સાકાર કરી રહ્યા છેશિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેકવિધ પહેલ કરવામાં આવી છે, જે પૈકી STEM ક્વિઝ એક છે.


તેમણે આ અવસરે જિલ્લા સ્તર સુધી આ પ્રકારની સ્પર્ધાનું આયોજન માટે કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી શિક્ષણ મંત્રી એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતે આપેલા STEM ક્વિઝના વિચારને ભારત પણ અપનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, એક પ્રકારે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ STEM) ના ક્ષેત્રમાં આ ભારતની સૌથી મોટી ક્વિઝ બની રહી છે. વાઘાણીએ ક્વિઝમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે આપણા ઘડતરમાં વાલીઓની ભૂમિકા કદાપિ ન ભૂલીએ. મંત્રીએ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં ઉત્તમ વિચારો અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, દૈનિક ધોરણે આવતા વિચારો નોંધપોથીમાં નોંધવાની ટેવ રાખો. નોંધપાત્ર બાબત એ છે કે આ ક્વિઝમાં ગુજરાતના વિવિધ બોર્ડ, માધ્યમ (medium)ના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Latest Stories