અમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર

ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.

New Update
  • અમદાવાદ ગોઝારી પ્લેન ક્રેશની દુર્ઘટના

  • મૃતદેહના કરવામાં આવ્યાDNA ટેસ્ટ

  • વિજય રૂપાણીના મૃતદેહની થઇ ઓળખ

  • રાજકોટ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

  • અત્યાર સુધીમાં 14 મૃતદેહો સોંપવામાં આવ્યા 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.DNA ટેસ્ટ બાદ તેમના મૃતદેહની ઓળખ થઇ હતી,અને રાજકોટ ખાતે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જે અંગેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદના ભયાવહ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે.જોકે આ વિમાનમાં 242 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. જે પૈકી એક યાત્રીનો સદનસીબે બચાવ થયો હતો. આ સિવાય બાકીના 241 યાત્રીઓના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે.

વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.જોકે તેમના અંતિમસંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે.રાજકોટના નિર્મલા રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીના તેમના નિવાસસ્થાને મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી.

મીડિયા સાથે વાત કરતા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કેઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યારસુધી કુલ 32 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 14 મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. મૃતકોને સોંપાયેલા મૃતદેહોમાં અમદાવાદના 4મહેસાણાના 4વડોદરાના 2ખેડાનો 1અરવલ્લીના 1બોટાદના 1 અને ઉદયપુર(રાજસ્થાન)ના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.

Latest Stories