અમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર
ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.
ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાંથી 20 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. આમાંથી 8 એવા છે જેમની ઓળખ પહેલા દિવસે જ થઈ ગઈ હતી અને DNA જરૂરી નહોતું. જ્યારે 12 મૃતદેહોનો DNA રિપોર્ટ આવ્યા બાદ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.