Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં મારી સાથે સબંધ કેમ નથી રાખતો કહી પ્રેમિકાએ પ્રેમી પર એસિડ અટેક કર્યો

પ્રેમીએ પ્રેમ સબંધ તોડી નાખતા પ્રેમિકાએ પ્રેમી ઉપર ઍસિડ ફેંક્યું

અમદાવાદમાં મારી સાથે સબંધ કેમ નથી રાખતો કહી પ્રેમિકાએ પ્રેમી પર એસિડ અટેક કર્યો
X

અમદાવાદમાં એક યુવતીએ તેના મિત્ર સાથે મળીને આધેડ વયના કંડક્ટર પર એસિડ ફેંક્યું હતું. આ યુવતી કંડક્ટરની પૂર્વ પ્રેમિકા હોવાનું સામે આવ્યું છે. AMTSમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા આધેડ પર 38 વર્ષીય પૂર્વ પ્રેમિકાએ મિત્ર સાથે આવીને કેમ સંબંધ રાખતો નથી? કહીને એસિડ નાખ્યું હતું, જેના કારણે કંડક્ટરને શરીર પર ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં રહેતા 51 વર્ષીય રમેશભાઈ (ભોગ બનનારનું નામ બદલેલ છે) 26 વર્ષથી AMTSમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે 38 વર્ષીય પેસેન્જર એવી જુહાપુરાની યુવતી સાથે તેમને પ્રેમ થયો હતો. બંને વચ્ચે ચારેક વર્ષ સુધી સંબંધ રહ્યા હતા. પરંતુ એક વર્ષ અગાઉ રમેશભાઇનાં પત્ની અને પરિવારના સભ્યોને જાણ થતાં તેમણે પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. જેની અદાવત રાખીને યુવતી તેના મિત્ર સાથે આવી હતી. યુવતીના મિત્રએ તેને પ્લાસ્ટિકના ડબ્બામાં કોઇ પ્રવાહી આપ્યુ હતું. જે લઇને યુવતી આ રમેશભાઇ પાસે આવી અને કહ્યું કે, મારી સાથે કોઈ સંબંધ કેમ રાખતો નથી? કહીને પ્રવાહી ભરેલો ડબ્બો ફેંક્યો હતો. જેનાથી રમેશભાઇની આંખે, પીઠ તથા ગુપ્ત ભાગે દાઝ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક રમેશભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં બીજી તરફ આ અંગે કાલુપુર પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે યુવતી અને તેના મિત્ર મિત શર્મા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story