PMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપતો ગુજરાતનો કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર પોલીસની ગિરફ્તમાં...

ગુજરાતનો કિરણ પટેલ નામનો ઠગ જમ્મુ-કાશ્મીરમાં પકડાયો છે, તે PMOમાં મોટી જવાબદારી સંભાળતો હોવાની ઓળખ આપીને દેશની સંવેદનશીલ જગ્યાઓ પર પહોંચી ગયો હતો.

PMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપતો ગુજરાતનો કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર પોલીસની ગિરફ્તમાં...
New Update

ગુજરાતનો કિરણ પટેલ નામનો ઠગ જમ્મુ-કાશ્મીરમાં પકડાયો છે, તે PMOમાં મોટી જવાબદારી સંભાળતો હોવાની ઓળખ આપીને દેશની સંવેદનશીલ જગ્યાઓ પર પહોંચી ગયો હતો. તે એકવાર નહીં પરંતુ વારંવાર કાશ્મીરમાં આવ્યો, અને દેશની મહત્વની સિક્યોરિટીનો ખોટી રીતે ઉપયોગ કરતો હતો.

ગુજરાતનો કિરણ પટેલ નામનો ઠગ કાશ્મીરમાં સંવેદનશીલ જગ્યાઓ પર ખોટી ઓળખ આપીને પહોંચ્યો હતો. હાલ આરોપી કિરણને નિસાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. આરોપી કિરણની સાથે વધુ એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે, જે રાજસ્થાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશની સુરક્ષા માટે ખતરારૂપ બનેલા કિરણની સાથે અન્ય 2 ગુજરાતી અને એક રાજસ્થાની શખ્સને પકડવામાં આવ્યા છે. જેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહાઠગ કિરણે ચાલાકી વાપરીને પોતાની ઓળખ PMOના મહત્વના અધિકારી તરીકેની આપીને જમ્મુ-કાશ્મીર પોલીસની મદદ લીધી હતી. આ કેસમાં 2 IAS અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. એક IASના કહેવા પર આરોપી કિરણને જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. તેણે કાશ્મીરમાં શું કર્યું, કોને મળ્યો, કઈ-કઈ જગ્યા પર ગયો હતો, તેનો ઉદ્દેશ્ય શું હતો. તે અંગે પણ હવે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આરોપી સામે આ પહેલા પણ છેતરપિંડીના કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે તેની ધરપકડ થયા બાદ આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી કિરણ પટેલ ગત તા. 3 માર્ચના રોજ પકડાયો હતો, અને તા. 17મી માર્ચ સુધી તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

#Connect Gujarat #BeyondJustNews #arrested #PMO Office #Kiran Patel #Fake Identity #high official #Jammu and Kashmir Police
Here are a few more articles:
Read the Next Article