ઘર કા ભેદી લંકા ઢાયે..! : અમદાવાદમાં પ્રેમિકાએ મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાંથી રૂ. 1.56 લાખના મુદ્દામાલની ચોરી કરી...

સગીર વયની પ્રેમિકાએ તેના મિત્ર સાથે પોતાના જ મકાનમાંથી રૂ. 1.56 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે બોપલ પોલીસે આરોપી સગીર અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • બોપલ વિસ્તારમાં સગીર વયની પ્રેમિકાની કરતૂત

  • મિત્ર સાથે મળીને પોતાના જ મકાનમાંથી કરી ચોરી

  • રૂ. 1.56 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ

  • હરવા ફરવા માટે પોતાના ઘરમાં ચોરી કરી : પોલીસ

  • CCTVના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી લીધી 

Advertisment

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સગીર વયની પ્રેમિકાએ તેના મિત્ર સાથે પોતાના જ મકાનમાંથી રૂ. 1.56 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતોત્યારે બોપલ પોલીસે આરોપી સગીર અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતી સગીર વયની યુવતી અને તેનો મિત્ર ઋતુરાજ ચાવડા 2 વર્ષ પહેલા રિવરફ્રન્ટ પર નવરાત્રી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. સગીરા ધોરણ 12માં અભ્યાસ કરે છેજ્યારે યુવક સેલ્સમેન તરીકે કામ કરે છે. જોકેબન્ને વચ્ચે નીકટતા વધતી ગઈ અને ગાઢ મિત્રતા બંધાઈ. સમય જતા બન્ને એકસાથે અવારનવાર ફરવા પણ જતાપરંતુ બન્નેને હરવા ફરવા માટે પૈસાની વધારે જરૂરિયાત હોવાના કારણે બન્નેએ સાથે  મળીને સગીરાના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

ગત સપ્ટેમ્બર-2024માં બોપલ ક્લબ ઓ સેવન પાસે સગીરાના ઘરે જ લોકરની ચોરી કરી હતી. જેમાં સોના-ચાંદીના દાગીનાપાસપોર્ટ અને ગન લાયસન્સ સહિત જીવતા કારતૂસ મળી રૂ. 1.56 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરી બાબતે સગીરાના ઘરે પરિવારજનોએ તપાસ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહીં. CCTV ફૂટેજ તપાસતા તેમને પોતાની જ દીકરી પર શંકા ગઈ હતી. અંતે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવમાં આવી હતી.

પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપી સગીરા અને તેના મિત્ર ઋતુરાજ ચાવડા નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેઆરોપી સગીર પોતાની સાવકી માતા સાથે રહેતી હતી. સાવકી માતાએ જ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કેઆરોપી સગીરા અને તેના મિત્રે લોકર ચોરી કર્યાં બાદ મુદ્દામાલ કાઢીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતુંત્યારે હાલ તો બોપલ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories