Connect Gujarat
અમદાવાદ 

CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ઘાટલોડિયાની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓએ ૧૫૫૧ ફૂટના તિરંગા સાથે યોજી તિરંગાયાત્રા

“હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત તિરંગાયાત્રાનું આયોજન, ઘાટલોડિયામાં તિરંગાયાત્રાનો CM ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

X

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી અભિયાન "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરિકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવી તે અંતર્ગત આજે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં આજે તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો. જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીઓએ 1551 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી હતી.ઘાટલોડિયાના કે.કે.નગર પાસે ઉમિયા હોલ થી પ્રભાત ચોક સુધીના ગૌરવપથ પર યોજાયેલી તિરંગા યાત્રામાં કુલ 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈને તિરંગાનું ગૌરવ વધાર્યું હતું. આ યાત્રામાં વિશાળ તિરંગા સહિત રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતી વેશભૂષા, શારીરિક વ્યાયામ અને અંગ કસરત પ્રદર્શનો, સંગીત-નૃત્ય તેમજ દેશ પ્રેમની ભાવના દર્શાવતા બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.અમદાવાદમાં ભાજપ દ્વારા દરેક વોર્ડમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના માટે પેજ પ્રમુખ અને વોર્ડ પ્રમુખોને જવાબદારી સોંપવામાં આવી છે.

Next Story