Connect Gujarat
અમદાવાદ 

રાજયમાં જેહાદી પ્રવૃતિઓને સાંખી નહિ લેવાય : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના અપડેટની વાત કરવામાં આવે તો આ કેસમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે.

X

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના અપડેટની વાત કરવામાં આવે તો આ કેસમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે.

ધંધુકામાં કિશન શિવાભાઇ બોળીયા ઉર્ફે કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. કિશનની હત્યામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં બે મૌલવીઓનો પણ સમાવેશ થવા જાય છે. કટ્ટરવાદી વિચાર સરણી ધરાવતાં શબ્બીર અને ઇમ્તિયાઝે ભેગા મળી વિવાદીત પોસ્ટ કરનારા કિશનનું ઢીમ ઢાળી દીધું છે. સમગ્ર રાજયમાં હાલ કિશન હત્યા કેસ ચર્ચાની એરણે ચઢયો છે. કેસની તપાસ સંભાળી રહેલી ગુજરાત એટીએસની ટીમે દિલ્હીથી કમરગની ઉસ્માની નામના મૌલવીની પણ ધરપકડ કરી છે. બીજી તરફ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પણ કહયું છે કે, ગુજરાતમાં જેહાદી પ્રવૃતિઓને કોઇ પણ ભોગે સાંખી લેવાશે નહિ.

Next Story