અમદાવાદ: ઓલોમ્પિકમાં સિલેક્ટ થનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર માના પટેલ સાથે કનેક્ટ ગુજરાતની વિશેષ વાતચીત

ગુજરાતી ખેલાડીઓનો ડંકો, 6 ગુજરાતી ખેલાડીઓ ઓલોમ્પિકમાં સિલેક્ટ થયા.

New Update
અમદાવાદ: ઓલોમ્પિકમાં સિલેક્ટ થનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર માના પટેલ સાથે કનેક્ટ ગુજરાતની વિશેષ વાતચીત

ગુજરાતનાં ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્યની 6 ખેલાડીઓ આગામી ઓલોમ્પિક માટે પસંદગી પામી છે જેમાંથી એક છે અમદાવાદની માના પટેલ. માના પટેલ ટોક્યો ઓલોમ્પિક માટે સિલેક્ટ થનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર બની છે અને દેશ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાતની સ્થાપના બાદ ઇતિહાસમાં 60 વર્ષ બાદ પ્રથમ વખત રાજ્યમાંથી 6 ખેલાડીઓ આગામી ઓલોમ્પિક રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે ખાસ કરીને રાજ્યની 6 દીકરીઓ એક સાથે ઓલમ્પિક માટે ક્વોલિફાઇ થઇ છે 23 જુલાઈથી જાપાનના ટોકિયોમાં ઓલમ્પિક ની શરૂઆત થશે ત્યારે આ 6 દીકરી દેશ અને રાજ્યનું ગૌરવ વધારે છે. આ 6 દીકરીઓમાં માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા સ્વીમર બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે.

ભારતની બેંક સ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુ એ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે તો સીએમ વિજય રૂપાણીએ પણ અભિનંદન પાઠવ્યા છે 21 વર્ષીય માના પટેલે સ્વિમિંગમાં અત્યારસુધી 80થી વધુ મેડલ મેળવ્યા છે. માના પટેલના નામે આંતરરાષ્ટ્રીય કક્ષાના 25 મેડલ, રાજ્ય કક્ષાના 82 અને રાષ્ટ્રીય સ્તરના 72 મેડલ છે. માના પટેલ ગુજરાત વિદ્યાપીઠમાંથી તાલિમ લઈ ચૂકી છે. માના પટેલે કનેક્ટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ પાછળ છેલ્લા 11 વર્ષની મહેનત છે અને આને શ્રેય પરિવારમાં માતા પિતા અને ખાસ કરીને કોચ કમલેશ નાણાવટી ને આપે છે.

Latest Stories