Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ-ગાંધીનગરમાં યોજાશે ઓલમ્પિક ગેમ્સ-2036, દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી...

2036ની ઓલિમ્પિક ગેમ્સ યજમાની દાવેદારી માટે અમદાવાદમાં તૈયારી માટેનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે.

અમદાવાદ-ગાંધીનગરમાં યોજાશે ઓલમ્પિક ગેમ્સ-2036, દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી...
X

2036ની ઓલિમ્પિક ગેમ્સ યજમાની દાવેદારી માટે અમદાવાદમાં તૈયારી માટેનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. ઓલિમ્પિક્સમાં રમાતી પરંપરાગત 25થી 30 ગેમ્સ અને ગુજરાતની 5 ટ્રેડિશનલ ગેમ્સ માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે, કેમ અને તે માટે શું કરવું પડે તે અંગે ગેપ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.

ઓલિમ્પિક્સની તમામ રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે, જ્યારે દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પસંદગી કરવામાં આવી છે. આગામી 1થી 2 મહિનામાં ઓલિમ્પ્કિસ માટે અમદાવાદ તૈયાર છે, તેવો ક્લેમ કરવા માટે રેડીનેસ, વિલિંગનેસ અને કેપેબિલિટી માટે ખાનગી કંપની કામ કરી રહી છે. જોકે, નવા વર્ષે 2023માં ક્લેમ કરી દેવાશે. ઓલિમ્પિક્સ વિલેજ બનાવવા માટે ભાટ પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. ઓપનિંગ અને કલોઝિંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જ્યારે વોટર ગેમ્સ રિવરફ્રંટ ફેઝ-ટુમાં તૈયાર થઈ રહેલા વોટર બેરેઝમાં યોજવાનું નક્કી કર્યું છે.

જગ્યા નક્કી કર્યા પછી હવે અહીં ઓલિમ્પિક્સ માટેના ધારાધોરણો ફુલફિલ કરવા શું કરવું પડે અને કેવી વ્યવસ્થા કરવી પડે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં આ અંગેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી ઓલિમ્પિક્સ જે જે દેશમાં યોજાઈ છે, ત્યાંના સફળ આયોજન અને ફેઇલ થયા હોય તેવા આયોજન પણ સ્ટડી કરવામાં આવી રહ્યો છે, જેથી આગામી સમયમાં જ્યારે અમદાવાદ યજમાની માટે ક્લેમ કરે, ત્યારે કોઈપણ પ્રકારની ગેપ રહે નહીં અને અમદાવાદની પસંદગી થાય. મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક ભાટ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા માટે જમીન નક્કી કરવામાં આવી છે. અહીં કોમન સ્પોર્ટ્સ ફેસિલિટી, મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટેની ટ્રેક, લીગ મેચો યોજી શકાય તેવા જુદાં જુદાં ગ્રાઉન્ડ્સ પણ ઓલિમ્પિક કક્ષાના તૈયાર કરાશે. અહીં ખેલાડી, ટીમ્સનો ટેકનિકલ સ્ટાફ, કમિટી, ઓફિસ સ્ટાફ રહી શકે તે માટે પણ વ્યવસ્થા કરાશે. આ માટે કેટલો ખર્ચ થશે તેનો અંદાજ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Next Story