સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો PM મોદીએ કહ્યું આ કાંઠો આજે ધન્ય બની ગયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો.

New Update
સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો PM મોદીએ કહ્યું આ કાંઠો આજે ધન્ય બની ગયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં નિદર્શન કર્યું હતું, ત્યારબાદ બે પ્રકલ્પનું લોકાર્પણ કરીને PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો છે. અટલ બ્રિજ બે કાંઠા જ નથી જોડતો, તેની ડિઝાઈન અભૂતપૂર્વ છે. એટલું જ નહીં, લોકાર્પણ બાદ પીએમ અટલ ફૂટઓવરબ્રિજ પર પહોંચ્યા હતા.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીનો આ કાંઠો આજે ધન્ય બની ગયો છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે, 7,500 બહેનો અને પુત્રીઓએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને ઈતિહાસ રચ્યો છે. અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જોડતો નથી, પરંતુ તે ડિઝાઇન અને નવીનતામાં પણ અભૂતપૂર્વ છે. ડિઝાઇનમાં ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો. રાજ્યભરમાંથી ભાગ લેનારી 7500 મહિલા પણ ચરખો કાંતી ખાદી ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવાનો મેસેજ આપ્યો હતો .મોદી 1920થી અત્યારસુધી ઉપયોગમાં લેવામાં આવેલા 22 ચરખા પણ નિહાળ્યા હતા. રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ સહિતના તાલુકા અને જિલ્લામાંથી આવેલા 7500 મહિલા કારીગર એકસાથે ચરખો કાંત્યો હતો. ભાગ લેનારી મહિલાઓ સફેદ સાડી પર તિરંગાનું અંગવસ્ત્ર પહેર્યું હતું. રાજ્યમાંથી આવેલા 75 રાવણહથ્થા કલાકારો વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

સાબરમતી નદી પર હવે અટલ ફૂટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અત્યારે અહીં અમદાવાદીઓ પિકનિક અને સાઈક્લિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે, આ બ્રિજ પર ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે, પરંતુ અહીં ફૂડ સેન્ટર, ખાણી-પીણી સ્ટોલ ઊભાં કરાયાં છે. એટલું જ નહીં, ફૂટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Latest Stories