Connect Gujarat
અમદાવાદ 

પ્રમુખસ્વામી નગરમાં તરતા પાન પર વજનદાર મૂર્તિ જોઈ લોકો થાય છે આશ્ચર્યચકિત, જુઓ પાનની શું છે વિશેષતા

પ્રમુખ સ્વામી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આવી રહી છે ત્યારે અહી વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી પાન લાવવામાં આવ્યા છે.

X

અમદાવાદમા પ્રમુખ સ્વામી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આવી રહી છે ત્યારે અહી વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી પાન લાવવામાં આવ્યા છે. નાનકડા પાન પર પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા મૂકાયેલી જોઈને સૌ અભિભૂત થઈ ગયા હતા.

અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખ નગરીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એવી વસ્તુ છે અહી વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી પાન લાવવામાં આવ્યાં છે. આ પાનને ભારતમાં રાજકમલ પણ કહે છે. પણ કમળની ઘણી બધી પ્રજાતિમાં આ સૌથી મોટી પ્રજાતિ 'વિક્ટોરિયા એમેઝોનિકા' છે.એમેઝોનના જંગલમાંથી લાવવામાં આવેલ આ પાનની દાંડી જ એની સૌથી મોટી ખાસિયત છે. એક પાન એક દાંડીના આધારે નથી હોતું. પાનની ગોળાઈ મુજબ પાનની નીચેના ભાગે કરોળિયાના જાળાની જેમ દાંડીઓ ગોઠવાયેલી હોય છે. આખું પાન એની ઉપર ઊભું છે. આ પાનની દાંડી ફરતે કડક આવરણ હોય છે.એની દાંડીઓ હાડકાં જેવી કડક હોય છે અને એટલે જ એક પાન પર ભગવાન સ્વામિનારાયણ અને એક પાન પર પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા મૂકવામાં આવી અને આ નજારો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. મહત્વનું છે કે, આ પાંદડું 10-15 ફૂટ જેટલું લાંબુ અને 40 કિલો વજન ઉપાડી શકે તેટલી ક્ષમતા હોય છે.નાનકડા પાન પર પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા મૂકાયેલી જોઈને સૌ અભિભૂત થઈ ગયા હતા.

પ્રમુખસ્વામી નગરમાં કુલ 11 લાખ ફૂલના છોડ લગાવાયા છે. પ્રમુખસ્વામી નગરને ભવ્ય બનાવવા કોઈ કચાશ રાખવામાં આવી નથી.આ પાનને સાચવવા માટે પાણીની અંદર એક ડિવાઇસ મૂકવામાં આવ્યું છે જે તાપમાનને કંટ્રોલ કરે છે.અંદર ફિલ્ટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે જેને કારણે પાણીની શુદ્ધતા જળવાઈ રહે છે

Next Story