Connect Gujarat
અમદાવાદ 

સાણંદ : વિરોચનગરમાં દશેરાની અનોખી રસમ, અશ્વોની પુજા કરી ઘોડાઓની થાય છે હરિફાઇ

X

આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના પર્વ દશેરાની અલગ અલગ પરંપરાઓ સાથે ઉજવણી કરાય છે. ખેડુતો દશેરાના દિવસે પોતાના ઓજારો, પોલીસ કર્મચારી પોતાના શસ્ત્રોની વિશેષ પૂજા કરતા હોય છે. રાજયમાં વિરોચનનગર નામનું ગામ છે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી દશેરાના દિવસે અશ્વોની હરીફાઇ યોજવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે દશેરાના દિવસે ઘોડો ના દોડે તો બીજા દિવસ ક્યાંથી દોડે... પણ આ કહેવતને સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ખોટી પડતી જોઇ શકાય છે.

આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી અનોખી પ્રથા છે. દશેરાના દિવસે ગામના જેટલા પણ અશ્વો હોય તેની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ગામમાં અશ્વોની હરીફાઇ યોજવામાં આવે છે. વિરોચનનગર જ નહિ આસપાસના ગામોમાંથી પણ લોકો અશ્વોની રેસને જોવા માટે આવે છે. કોરોના મહામારી ના કારણે છેલ્લા વર્ષે સરકાર દ્વારા નવરાત્રી ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી નહોતી પણ આ વર્ષે કોરોના મહામારીને કારણે શેરી ગરબાની મંજૂરી આપતા ક્યાંક ને કયાંક આપની જૂની સંસ્કૃતિ પણ જોવા મળી રહી છે.

Next Story