/connect-gujarat/media/media_files/2024/11/28/Q7luYZPmfkdFTvIzt0OY.jpg)
અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ ઝડપાયું છે.શહેરના વટવામાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા.
આ પહેલા જ ફેક્ટરી પરSOGની ટીમે દરોડા પાડ્યા હતા.આ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે.SOGની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.SOGની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
SOG ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.જેમાં રોનક ઉર્ફે મીત ચેતન રાઠોડ,ખુશ અશોકભાઈ પટેલ,મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મૌલિક પટેલ જે ઓસ્ટ્રેલિયાનો સિટીઝન છે.
SOGની ટીમ દ્વારા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવતા ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઈ હતી.પ્લાસ્ટિકની સીટી, ઇન્ક, પેન ડ્રાઈવ અને પ્રિન્ટર સહિતનો નોટો છાપવાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
મૌલિક અને ધ્રુવ દ્વારા નોટો છાપવામાં આવતી હતી અને ખુશ તથા રોનક જેવા યુવકને આ નકલી નોટો બજારમાં વેચાણ માટે અપાતી હતી.પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરી છે.SOGએ હાલ, ઓસ્ટ્રેલિયન ડોલર ક્યાં ક્યાં વટાવવામાં આવ્યા છે તે સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.