/connect-gujarat/media/media_files/2024/12/08/IDIZBIIXcMRpUpMmNDxV.jpg)
અમદાવાદ સરખેજ પોલીસે13વર્ષમાં12હત્યાના આરોપી સીરિયલ કિલર ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી.પોલીસ રિમાન્ડ દરમિયાન રહસ્યમય સંજોગોમાં ભુવાનું મોત થયું હતું.રવિવારે8ડિસેમ્બરે કસ્ટડીમાં ભુવાની તબિયત લથડી હતી, ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.જોકે પાખંડી ભુવાના સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે.તંત્ર-મંત્રના નામે પરિવારના ત્રણ સભ્યો સહિત12લોકોની હત્યા કર્યાનો મરતા પહેલા ભુવાએ સ્વીકાર કર્યો છે.
અમદાવાદના સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની માતા, દાદી અને કાકા સહિત12લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પીડિતોને સોડિયમ નાઇટ્રાઇટ સાથે ઝેર આપવામાં આવ્યું હતું, જે સામાન્ય રીતે પેઇન્ટિંગ અને ફિનિશિંગ કામમાં વપરાતુ રસાયણ હતું. ચાવડા કથિત રીતે આ પદાર્થને પાણી અથવા દારૂમાં ભેળવી દેતા હતા, જેનાથી મિનિટોમાં જીવલેણ હાર્ટ એટેક આવતા હતા.
સરખેજ પોલીસ દ્વારા તારીખ03-12-2024ના રોજ આરોપી ભુવાની ધરપકડ કરવામાં આવી હતી, જે આરોપીને તારીખ10-12-2024સુધી રિમાન્ડ પર રાખવાનો હતો. રિમાન્ડ દરમિયાનની તપાસ મુજબ આરોપી નવલસિંહ ચાવડા જે ભુવો હતો અને તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ12જેટલા મર્ડર સોડિયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કરી કર્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં1મર્ડર અસલાલીમાં, 3સુરેન્દ્રનગરમાં, 3રાજકોટના પડધરીમાં, 1અંજારમાં, 1વાંકાનેરમાં અને3પોતાના પરિવાર માંથી મર્ડર કર્યા હોવાની કબૂલાત કરી હતી.
જોકે પોલીસ રિમાન્ડ દરમિયાન ભુવાની તબિયત અચાનક લથડી હતી,અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,જોકે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.