શક્તિસિંહના “પ્રહાર” : કોરોના રસીથી લોકોમાં હાર્ટએટેક-કિડની ફેલ.!, સરકારે ડેટા એકત્ર ન કર્યો હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનો આક્ષેપ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. હાલમાં ચાલી રહેલા વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી.

New Update
શક્તિસિંહના “પ્રહાર” : કોરોના રસીથી લોકોમાં હાર્ટએટેક-કિડની ફેલ.!, સરકારે ડેટા એકત્ર ન કર્યો હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનો આક્ષેપ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. હાલમાં ચાલી રહેલા વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહ્યા બાદ દુનિયાભરના દેશોએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકોને રસી અપાવી હતી. જે કોરોનાની રસી લેવા માટે લોકોની હોડ લાગી હતી. જોકે, તેનાથી જ હવે હાર્ટ-એટેક અને કિડની ફેલ થવાના બનાવો વધ્યા છે, ત્યારે કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે, તેની કોવિડ-19 વેક્સિનથી ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ UK હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે, કોવિડ-19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. તો બીજી તરફ, કોરોના વેક્સિનથી વધતાં મોતના આંકડાના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી વેક્સિન મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, માણસનું જીવન અમૂલ્ય છે, કોઈ કિંમતથી માણસ પુન: જીવિત નથી થઈ શકતો. કોરોનામાં બધા ચિંતિત હતા, ત્યારે એક વેક્સિનની શોધ માટે હોડ લાગી હતી. વેક્સિનની આડ અસર જોવા સમયની રાહ જોવાય તેવી સ્થિતિ નહોતી. વેક્સિન આપવાનું શરૂ થયું, ત્યારે WHOએ કહ્યું હતું કે, દરેક દેશ વેક્સિનની આડ અસર પર કાળજી અને રિપોર્ટ રાખે. તે દિવસોને યાદ કરીએ તો એક મુહિમ ચાલી હતી. વેક્સિન સર્ટિફિકેટ વિના કોઈ નીકળી ન શકે. WHOની સલાહ બાદ દરેક દેશોને વેક્સિનના પેરા મીટર અને મૃત્યુ થાય તો તેના ડેટા પણ રાખવા કહ્યું હતું. જોકે, વેક્સિન આપ્યા બાદ ભારત દેશમાં કોઈ ડેટા રાખવામાં આવ્યો નહીં હોવાનું જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.

Latest Stories