Connect Gujarat
અમદાવાદ 

રાજ્ય સરકારનો "એક્શન પ્લાન", જઘન્ય કૃત્ય આચરનારને મળશે તાત્કાલિક સજા : ગૃહમંત્રી હર્ષ સંઘવી

સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે.

X

સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે. આ સાથે જ બાળકના માતા-પિતાને 20 લાખ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત કોર્ટના આ ચુકાદાને મિશાલ રૂપ માની નવો એક્શન પ્લાન ઘડ્યો છે.

સુરતમાં પોર્ન વિડીયો જોયા બાદ ગુડ્ડુ યાદવ નામના આરોપીએ બાળકી સાથે પાશવી કૃત્ય આચર્યું હતું. ભવિષ્યમાં આ પ્રકારના ગુના ન બને એ માટે આવા કેસને સરકારે ગંભીરતાથી લઇ આરોપીને કડક અને તાત્કાલિક સજા મળે તેવા પ્રયાસ સફળ રહ્યા બાદ પોલીસ મનોબળમાં પણ વધારો થયો છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, દુષ્કર્મની ઘટનાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે. માત્ર એક માસમાં આવા ગંભીર ગુનામાં 2 આરોપીને ફાંસી સહિત 3 આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે, ત્યારે રાજ્યમાં આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર ખાસ એક્શન પ્લાન બનાવવા જઇ રહી છે. દુષ્કર્મના મોટાભાગના કેસમાં એવું સામે આવ્યું છે કે, આરોપીઓ પોર્ન ફિલ્મો જોઇને આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચરતા હોય છે. જેથી શહેરોમાં મોબાઇલની દુકાનો દ્વારા પોર્ન વીડિયો કે, ફિલ્મો ડાઉનલોડ કરી આપતા હોય ત્યાં પોલીસ ચાંપતી નજર રાખીને કાર્યવાહી કરશે.સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે.

Next Story