અમદાવાદ શહેરમાં આજે ફરી એક વખત અકસ્માતમાં માસુમ વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરના મણિનગર વિસ્તારમાં ટ્યુશન જતી ઘોરણ 9ની વિદ્યાર્થિનીને AMTSની બસે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. જ્યારે મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચતા જ કરુણ દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે એમટીએસના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે
અમદાવાદના રામબાગની જીવકોરબા સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી અમાન્યા જીગ્નેશ જેઠવા નામની 14 વર્ષની વિદ્યાર્થિની ટ્યુશનમાં સાઈકલ લઈને જઈ રહ્યી હતી. તે સમયે મણિનગરના જવાહર ચોક ભૈરવનાથ માર્ગ પર પૂરપાટ ઝડપે જતી AMTSની બસે તેને અડફેટે લીધી હતી. જેમાં બસનું આગલું ટાયર તેના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું