Connect Gujarat
અમદાવાદ 

સુરત : VNSGUમાં GSની ચૂંટણી યોજવા NSUIના કાર્યકરોએ કુલપતિની ઓફિસ બહાર બોલાવી રામધૂન...

X

VNSGUમાં GSની ચૂંટણી યોજવા NSUIની માંગ

કુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલાવાય

વિદ્યાર્થીઓ GSની ચૂંટણીથી વંચિત રહેતા વિરોધ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન નોંધાવી સ્ટુડન્ટ્સ કાઉન્સિલ એટલે કે, GSની ચૂંટણી કરવા માંગ કરી હતી. NSUI કાર્યકતા રવિ પૂછડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019થી સ્ટુડન્ટ્સ કાઉન્સિલ ચૂંટણી કરવામાં આવી નથી. જોકે, આ વર્ષે યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બરનું પણ ઇલેક્શન થઈ ગયું છે, તો કોલેજના વિદ્યાર્થીઓને કેમ ઇલેક્શનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. વિદ્યાથીઓ સ્ટુડન્ટ્સ કાઉન્સિલની ફી પણ ભરીએ છે, તો આ ફીનો ઉપયોગ યુનિવર્સીટી શેમાં કરે છે ? તેવા સવાલો સાથે NSUIએ સ્ટુડન્ટ્સ કાઉન્સિલની ચૂંટણી કરવા માંગ કરી હતી. કુલપતિ દ્વારા મૌખિકમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી કરવાનું આશ્વાસન આપ્યું છે.

Next Story