અમદાવાદમાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા તંત્રમાં દોડધામ

અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

New Update
a
Advertisment

અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

Advertisment

2 મહિનાના બાળકને સારવાર માટે ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.આ બાળકનો પરિવાર મૂળ મોડાસા નજીકના એક ગામનો છે.આ બાળકની તબિયત લથડતા તેને અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયુ હતું. અહીં તેની સારવાર ચાલુ છે અને હાલત સ્થિર છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે HMPV વાયરસ જૂનો છેહાલમાં વ્યાપ વધ્યો છે. તેનું સંક્રમણ ચોક્ક્સપણે વધ્યું છેપરંતુ ડરવાની જરૂર નથી. કોવિડ કરતા તેના લક્ષણો માઇલ્ડ છે.  ગુજરાત કેન્દ્રની સરકારની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરશે.

આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કેહજુ સુધી ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથીપરંતુ આપણે તકેદારીના પગલાં ભાગરૂપે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા ઉભી કરાશે.

 

Latest Stories