New Update
/connect-gujarat/media/media_files/2025/02/11/qKAabyf3eLYPBr8szzu6.jpg)
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાંથી વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડ્યો છે. રામોલ અને હાટકેશ્વર વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
અલગ અલગ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરતા ઘી ડુપ્લીકેટ હોવાની AMCને આશંકા છે. એક સ્થળેથી ઘીના 7 ડબ્બામાં શંકાસ્પદ ઘી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ઘીનો જથ્થો હોવાની આશંકા આરોગ્ય વિભાગની ટીમને છે.