/connect-gujarat/media/post_banners/7a02e0a0fbfea5554f24dca2b5157beed5d40aec598730b146ab21eab9c20a72.jpg)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનની ફાઈનલ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. લીગના ઈતિહાસમાં પ્રથમ વખત બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે રમશે. ગુજરાતની આ બીજી સિઝન છે, ગયા વર્ષે ટીમ ચેમ્પિયન બની હતી, પરંતુ ચેન્નાઈ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી ત્યારે ફાઇનલ મેચ નિહાળવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યારથી જ પ્રેક્ષકોનો જમાવડો જોવા મળી રહયો છે,. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર બપોરથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને પોત પોતાની ફેવરિટ ટિમ વિજેતા બને એ માટે ચીયર કરી રહ્યા હતા. આ તરફ પોલીસ દ્વારા પણ સ્ટેડિયમ બહાર અને આસપાસના વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સુરક્ષા તેમજ સલામતીના પગલા ભરવામાં આવ્યા હતા