માનવ તસ્કરીનાં માસ્ટર માઇન્ડ સંતોષ રવિને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો..

સંતોષ છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાંથી ફરાર હતો. જેની આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેથી ધરપકડ કરવામાં આવી છે

માનવ તસ્કરીનાં માસ્ટર માઇન્ડ સંતોષ રવિને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો..
New Update

માનવ તસ્કરીના ફરાર આરોપી સંતોષ રવિ ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેથી તેમની અને તેમના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, ઘણા સમયથી આરોપી સંતોષ કર્ણાટકમાંથી ફરાર હતો, જેની સ્થાનિક પોલીસ સહિતની અનેક એજન્સીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માનવ તસ્કરી સાથે જોડાયેલા આરોપી સેન્ટ્રો રવિની ધરપકડ કરવામાં આવી છે.

સંતોષ છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાંથી ફરાર હતો. જેની આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેથી ધરપકડ કરવામાં આવી છે. રવિ સામેના અન્ય એક ચોંકાવનારા આરોપમાં, JDS નેતાએ દાવો કર્યો કે, 'સંતોષ રવિ' એ બેંગલુરુ રાજરાજેશ્વરી નગર પોલીસ સ્ટેશનને એક પત્ર લખ્યો હતો, જેમાં દાવો કર્યો હતો કે તે ભાજપનો સક્રિય કાર્યકર છે. કુમારસ્વામીએ વિગતે જણાવ્યું કે, જગદીશ નામના ફરિયાદીએ આરઆર નગર પોલીસ સ્ટેશનમાં 'સંતોષ રવિ' વિરુદ્ધ મની ટ્રાન્સફરમાં છેતરપિંડીનો આરોપ લગાવીને કેસ નોંધાવ્યો હતો. બદલામાં 'સેન્ટ્રો રવિ'એ પોલીસને એક પત્ર લખ્યો હતો..

જેમાં તેણે રાજકીય લોકો સાથેની તેની ઓળખાણનો ઉલ્લેખ કર્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પાસે રહેલા આ પત્રને વાંચતી વખતે જણાવ્યું હતું કે, રવિએ આ વાતની બડાઈ મારી હતી કે તે પોલીસ અધિકારીઓની બદલી કરાવી શકે છે અને તેણે કવરિંગ લેટરમાં તેમાંથી કેટલાકના નામ પણ આપ્યા હતા. આ કથિત પત્ર વાંચીને, કુમારસ્વામીએ સેન્ટ્રો રવિને ટાંકીને કહ્યું કે, "મેં ત્રણ-ચાર વર્ષથી ભાજપના કાર્યકર તરીકે કામ કર્યું છે. અમારા પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓ સાથે મારા સંબંધો છે. એટલા માટે મેં ઘણા અધિકારીઓની બદલી કરાવી છે. 

#Crime branch #Human trafficking #Amdavad #Crime Branch Amdavad #અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ #માનવ તસ્કરી #સંતોષ રવિ #Santosh Ravi
Here are a few more articles:
Read the Next Article