શોર્ટ ટર્મ લોન લેતા પહેલા વિચારજો, અમદાવાદમાં અનેક સાઇટ પોલીસે કરી બ્લોક

લોકો લોન લેવાના ચક્કરમાં શોર્ટ ટર્મ લોન લઈ લે છે પણ પછી આજ શોર્ટ ટર્મ લોન તેના માટે જીવલેણ બની જાય છે

શોર્ટ ટર્મ લોન લેતા પહેલા વિચારજો, અમદાવાદમાં અનેક સાઇટ પોલીસે કરી બ્લોક
New Update

લોકો લોન લેવાના ચક્કરમાં શોર્ટ ટર્મ લોન લઈ લે છે પણ પછી આજ શોર્ટ ટર્મ લોન તેના માટે જીવલેણ બની જાય છે કારણકે આવી લોન ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ. અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા ફ્રોડ લોન એપ્લિકેશન અને વેબસાઇટ પર કાર્યવાહી કરીને આવી ચાર હજાર જેટલી એપ અને વેબ બંધ કરાવી છે

ગુજરાત સહિત દેશભરમાં શોર્ટ ટર્મ લોન લેવા માટે અનેક અલગ અલગ એપ્લિકેશન માર્કેટમાં આવી છે. જેના દ્વારા સામાન્ય લોકો નાની રકમની લોન મળે છે પરંતુ આ લોકોને અંદાજ પણ નહિ હોય કે આવી લોન તેને કેટલી મોંઘી પડી શકે છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ ની ટીમ હાલ એવી એપ્લિકેશન અને વેબ સાઇટ શોધી રહી છે કે જે શોર્ટ ટર્મ લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહી છે અને લોકો નજીવી રકમની લોન મેળવી પોતાના બેન્ક એકાઉન્ટ અથવા ડેટા ને સામે ચાલીને લીક કરી રહ્યા છે.અમદાવાદ સાઇબર ક્રાઇમમાં રોજ ની સરેરાશ 5 થી 8 અરજીઓ આવી રહી છે કે એપ્લિકેશન કે વેબ મારફત નજીવી રકમની લોન લીધા બાદ તેનો મોબાઈલ ડેટા લીક થયો અને તેના ફોટો મોર્ફ કરી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. જેના આધારે સાયબર ક્રાઇમ દ્વારા આવી વેબ અને એપ પર તપાસ શરૂ કરવામાં આવી અને સાઇબર ક્રાઇમ દ્વારા વધુ ચાર હજાર જેટલી એપ અને વેબ પર રોક લગાવી છે. જોકે આટલી મોટી માત્રામાં રોક લગાવવાની કામગીરી કરનાર અમદાવાદ સાઇબર ક્રાઇમ દેશમાં પ્રથમ પોલીસ મથક બન્યું

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #blocked #police #Ahmedabad #website #Application #loan #Cyber Crime #short term
Here are a few more articles:
Read the Next Article