કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે. જ્યાં તેઓ પોતાના મત વિસ્તારના ધારાસભ્ય સાથે બેઠક કરશે. અમિત શાહની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
ગૃહમંત્રી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરાના ધારાસભ્યો સાથે બેઠક કરશે. તદુપરાંત આ બેઠકમાં સાણંદ, વેજલપુર, કલોલ અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય પણ હાજર રહેશે. આ બેઠકમાં વિકાસના કાર્યો તેમજ લોકોના પ્રશ્નોની ચર્ચા કરશે. શહેરના સાબરમતી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તેમજ નવા રેલ્વે સ્ટેશન અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે ઉલ્લેખનીય છે કે, હજુ તો ગઇકાલે જ અમિત શાહે અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. અમિત શાહે મહોત્સવની મુલાકાત લઈ સંતોના આશીર્વાદ લીધા હતા. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં ભાજપે એક રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતમાં ભાજપે 156 સીટ પર વિજય હાંસલ કરી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.