Connect Gujarat
અમદાવાદ 

અમેરિકા-કેનેડા મોકલનાર એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલ પોલીસ પકડમાં,વાંચો કેવી રીતે લોકો સાથે કરતો હતો છેતરપિંડી

ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ગત મોડી રાત્રે ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકા-કેનેડા મોકલનાર એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલ પોલીસ પકડમાં,વાંચો કેવી રીતે લોકો સાથે કરતો હતો છેતરપિંડી
X

અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું છે. ડિંગુચા ગામના પરિવારની આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ગત મોડી રાત્રે ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે.

યુએસ-કેનેડા બોર્ડર પર 19 જાન્યુઆરી 2022માં અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલા એક બાળક સહિત ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામના હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કરી હતી. આ અંગેની માહિતી તેમણે ભારતના હાઈ કમિશન આપી હતી. જે બાદ ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે.

તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ, વૈશાલીબેન જગદીશ કુમાર પટેલ, વિહંગી જગદીશકુમાર પટેલ અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ છે. પરિવારના મૃત્યુ બાદ પોલીસની તપાસમાં એજન્ટ બોબી પટેલનું નામ સામે હતું. આ કેસ સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના એક ઓફિસરે જણાવ્યું હતું કે, ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઈલીગલ ઈમિગ્રેશન એજન્ટો પૈકીનો એક છે.

તેની પાસે 28 ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પણ છે. તેણે વિગતોમાં સામાન્ય ફેરફાર કરીને દેશના પશ્ચિમ ભાગમાં આવેલા પાસપોર્ટ ઓફિસ માંથી થોડા થોડા સમયના અંતરે વિવિધ પાસપોર્ટ બનાવડાવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં થયેલા IELTSના પેપર કૌભાંડની તપાસ માં પણ બોબી પટેલનું નામ આવ્યું હતું.આ સમગ્ર મામલો સામે આવ્યા ત્યારથી જ બોબી પટેલ વોન્ટેડ હતો. ત્યારે તેને પકડી લેવામાં આવ્યા છે. ત્યારે હજી આ કેસમાં અનેક નવા ખુલાસા થશે.

Next Story